ભાણવડ તાબેના ધારાગઢ વિસ્તારમાં રહેતા અસગર ઉર્ફે અરમાન ઓસમાણ હાસમ સેઠા નામના 21 વર્ષના યુવાનને જિલ્લા એસ.ઓ.જી. વિભાગના હેડ કોસ્ટેબલ નિલેશભાઈ કારેણા તથા ઈરફાનભાઈ ખીરાએ પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.