જામનગર શહેરમાં રાજ ચેમ્બર નજીક આવેલ દુકાનની બાજુમાં એક યુવકે 13 દિવસ પૂર્વે પોતાનું બાઈક પાર્ક કરીને રાખ્યું હતું તેની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને નાશી છુટ્યો છે. ચોરીની આ ઘટના અંગે યુવકે સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરના કામદાર કોલોની શેરી નં.8માં રહેતા ગીરીશભાઈ દેવચંદ્રભાઈ નાગડા નામના યુવકે તા.24મે ના રોજ રાજ ચેમ્બર પાસે સુરજ વસ્તુ ભંડાર નામની દુકાનની બાજુમાં આવેલ પાર્કિંગમાં પોતાનું ડ્રીમ યુગા બાઈક જેના નં.જીજે-10-સીઆર-6959 બ્લેક અને ગ્રે કલરનું વર્ષ 2018નું મોડેલ પાર્ક કરીને રાખ્યું હતું જેની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને નાશી છુટ્યો હતો. આ અંગે ગીરીશભાઈએ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરી છે.