જામનગર તાલુકાના કનસુમરા પાટીયા નજીક આવેલી ખુલ્લી જગ્યામાં દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન ઇંગ્લીશ દારુની બોટલો અને ચપલા મળી કુલ રૂા. 6,67,500નો મુદ્ામાલ કબજે કરી શખ્સની પૂછપરછ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના કનસુમરા પાટીયા નજીકથી જેકે પાર્ટી પ્લોટ જવાના રસ્તે આવેલી ખુલ્લી જગ્યામાં તથા દુકાનમાં દારુનો જથ્થો હોવાની પોકો ભયપાલસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સીપીઆઇ પી.એલ. વાઘેલા, પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા, એએસઆઇ વી.ડી. રાવલીયા, પોકો જિગ્નેશ કાનાણી, ભયપાલસિંહ જાડેજા, સુમીત શિયાર, મેહુલ વિસાણી અને રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન ખુલ્લી જગ્યામાંથી થતાં જામનગરના મયુર ગ્રિન્સ શેરી નં. 5માં રહેતા અજયસિંહ ઉર્ફે અકી નવલસિંહ ચૌહાણના કબજામાંથી રૂા. 1,84,500ની કિંમતની ઇંગ્લીશ દારુની 369 બોટલ તથા 48000ની કિંમતની 480 નંગ ચપલા તેમજ 5000ની કિંમતનો એક મોબાઇલ અને 30000ની કિંમતનું બાઇક મળી કુલ રૂા. 2,67,500ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં દારુના જથ્થામાં જામનગરના હિરેન ઉર્ફે ભુરી ગોરી અને ભરતસિંહ ચૌહાણ નામના બે શખ્સોની સંડોવણી ખુલતાં પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.