Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પ્રૌઢ સાથે શખ્સ દ્વારા 35 લાખની છેતરપીંડી

જામનગર શહેરમાં પ્રૌઢ સાથે શખ્સ દ્વારા 35 લાખની છેતરપીંડી

લોન લીધેલા પ્લોટ ઉપર પ્લોટનું વેચાણ કરી નાખ્યું : 35.95 લાખ મેળવી દસ્તાવેજ ન કરી આપ્યો : પોલીસ દ્વારા શોધખોળ

જામનગર શહેરમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતાં પ્રૌઢે વેચાણથી લીધેલા પ્લોટમાં શખ્સે પ્લોટ ઉપર લીધેલી લોનની રકમ નહીં ભરી પ્રૌઢને દસ્તાવેજ નહીં બનાવી દઇ છેતરપીંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક જકાતનાકા પાસેની બાલમુકુંદ સોસાયટીમાં રહેતા સુખદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાના ભાઇ મહેન્દ્રસિંહ જાડેજાને મહેશ ભૂપત ફલિયા નામના શખ્સે પોતાના પ્લોટ નં. 31 રેવન્યુ સર્વે નં. 1408ના 1397.90 ચો.ફૂટવાળા પ્લોટ પર 25 લાખ 10 હજારની લોન હીરો ફાયનાન્સમાંથી લીધેલી હોય તેનો સુખદેવસિંહ સાથે રૂા. 55,10000માં વેચાણ કરાર કરી વિશ્વાસમાં લઇ સુખદેવસિંહ પાસેથી મહેશએ લોન ભરવા માટે કટકે-કટકે રૂા. 35,95000 જેટલી રકમ મેળવી લઇ અને હીરો ફાયનાન્સમાં લોન ભરી ન હતી. તેમજ પ્રૌઢને પ્લોટનો નો-ડ્યૂ સર્ટીફીકેટ હીં આપી અને દસ્તાવેજ નહીં કરી દઇ વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પીએસઆઇ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે મહેશ ફલિયા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular