Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી બે ચોરાઈ બાઈક સાથે તસ્કર ઝબ્બે

જામનગર શહેરમાંથી બે ચોરાઈ બાઈક સાથે તસ્કર ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં થયેલ બાઈકચોરી સંદર્ભે એલસીબીની ટીમે તસ્કરને ઝડપી લઇ બે બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે રૂા.40 હજારની કિંમતના બે ચોરાઉ બાઈક કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 49 રોડ પરથી એક સપ્તાહ પૂર્વે બાઈક ચોરી થઈ હતી. આ ચોરીમાં સંડોવાયેલા શખ્સ અંગેની એલસીબીના દિલીપ તલાવડિયા, સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન સમર્પણ સર્કલથી ગોકુલનગર જકાતનાકા તરફ જતા રોડ પરથી રસિયા જગદીશરાવ નામના શખ્સને આંતરીને તેની પાસે રહેલ જીજે-10-સીપી-4604 અને જીજે-10-બીએફ-1012 નંબરના રૂા.40 હજારની કિંમતના બે ચોરાઉ બાઈક મળી આવતા એલસીબીએ આરોપી અને ચોરાઉ બાઈક સીટી સી ડીવીઝનને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular