જામનગર શહેરમાં જોલી બંગલાથી તળાવની પાળ બાજુ જવાના માર્ગ પરથી મળેલી બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે તસ્કરને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જોલી બંગલાથી તળાવની પાળ બાજુ જવાના માર્ગ પરથી બાઈક ચોર પસાર થવાની પો.કો. હિતેશ સાગઠીયા, હેકો. શૈલેષ ઠાકરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન જોલી બંગલાથી તળાવની પાળ તરફના માર્ગ પરથી કરણ પ્રવિણ ગોહિલ નામના શખ્સને રૂા. 35000ની કિંમતનું જીજે-10 સીપી-3814 નંબરના ચોરાઉ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.