જામનગર એલસીબીએ એક શખ્સને રૂા. 3000ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ખોડિયાર કોલોની મહેર સમાજ સામે એક શખ્સ ચોરાઉ મોબાઇલ સાથે હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે રેઇડ દરમિયાન ખોડિયાર કોલોની મહેર સમાજ સામેથી ભરત ચંદુ લખીયર નામના શખ્સને રૂા. 3000ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સીટી-સી પોલીસને સોંપી આપ્યો હતો.