જામનગર શહેરમાં શક્તિનગર વિસ્તારમાંથી બાઈક ચોરીના બનાવમાં એલસીબીની ટીમે તસ્કરને બેડી પાસેથી ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શક્તિનગર પાસે મનીષભાઈ પરમાર નામના યુવાને તેનું રૂા.20 હજારની કિંમતનું જીજે-10-એકયુ-4779 નંબરનું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કર્યુ હતું. આ બાઈક ગત તા.2 જાન્યુઆરી ના રોજ ચોરી થયુ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાઈકચોરીમાં એલસીબીના ઘનશ્યામભાઈ ડેરવાળીયા તથા સુરેશભાઈ માલકીયાને સંયુકત મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેય ની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ, આર.બી. ગોજિયા તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે બેડી પુલ પાસેથી સદામ અનવર સાઇચા નામના શખ્સને આંતરી લીધો હતો.
તેમજ તેની પાસેથી પોલીસે જીજે-10- એકયુ-4779 નંબરનું ચોરાઉ બાઇક કબ્જે કરી એલસીબીની ટીમે બાઈક ચોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.