જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીકથી બાઈક પર પસાર થતા શખ્સને આંતરીને પૂછપરછ કરતા બાઈક ચોરાઉ હોવાનું ખૂલતા એલસીબીએ એક શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેથી ચોરાઉ બાઈક સાથે શખ્સ પસાર થવાનો હોવાથી દિલીપ તલાવડિયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ ટીમે દિગ્જામ સર્કલ પાસેથી કોમલનગર નજીક વોચ ગોઠવી જીજે-10-એડી-8807 નંબરના બાઈકસવારને આંતરીને પૂછપરછ કરતા સુભાષ ઉર્ફે કાતિયો દિનેશ ગોહિલ નામના શખ્સે બાઈક ચોરાઉ હોવાની અને આ બાઈક સમર્પણ નજીકથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ રૂા.20 હજારની કિંમતની બાઈક કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.