જામનગર શહેરની જી. જી. હોસ્પિટલના જનરલ પાર્કિંગમાંથી ચોરાયેલા બાઇકનો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી તસ્કરને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ત્રણ દરવાજા પાસેથી ચોરાઉ બાઈક સાથે તસ્કર પસાર થવાની સિટી બી ડિવિઝનના પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી નંબર વગરના ટીવીએસ જ્યુપીટર બાઈક સાથે પસાર થતા મહમદહુશેન જુસબ ગજીયા નામના શખ્સની પૂછપરછ કરતા તેણે જીજે-10-સીએફ-8005 નંબરનું જ્યુપીટર બાઈક જી જી હોસ્પિટલના જનરલ પાર્કિંગમાંથી પાંચ દિવસ પૂર્વે જ ચોરી કર્યાની કેફિયત આપી હતી. પોલીસે ચોરાઉ બાઇક અને શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.