જામનગર શહેરમાં વધતા જતા બાઈક ચોરીના ગુનાઓને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કવાયત અંતર્ગત દિગ્જામ સર્કલ પાસેથી બાઈક ચોરને ઝડપી લઇ તેની પાસેથી બે ચોરાઉ બાઈક કબ્જે કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વધતા જતાં બાઇકચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા અપાયેલી સૂચનાના આધારે કાર્યવાહી દરમિયાન સિટી સી ડીવીઝનના પો.કો. વિજય કાનાણી, ખીમશી ડાંગર અને વિજય કારેણાને મળેલી સંયુકત બાતમીના આધારે સિટી સી ડિવિઝનના પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.એલ. ઓડેદરા, હેકો ફેજલભાઈ ચાવડા, જાવેદ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, પો.કો. વિજયભાઈ કાનાણી, ખીમશીભાઈ ડાંગર, વિજયભાઈ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતા મહેન્દ્ર ઉર્ફે મયુર પ્રકાશ મહિડા નામના શખ્સને આંતરીને તેની પાસે રહેલા બાઈકના કાગળો માંગતા બાઈક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે પૂછપરછ કરતા તેણે જીજે-10-એજી-7053 અને જીજે-10-એકયુ-6831 નંબરના બે બાઈક ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે રૂા.30 હજારની કિંમતના બે ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.