જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મટનમાર્કેટ નજીકથી પોલીસે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.12000 ની કિંમતની દારૂની 24 બોટલો મળી આવતા શખ્સની અટકાયત કરી બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા નજીકથી પસાર થતા શખ્સને દારૂની ત્રણ બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મટન માર્કેટ નજીકથી કારમાં દારૂનો જથ્થો રાજકોટથી હેરાફેરી કરવાની પીએસઆઈ એન.વી. હરિયાણીને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.જે.જલુની સૂચનાથી પીએસઆઈ એન.વી. હરિયાણી, પો.કો. દશરથસિંહ પરમાર, તજનિકભાઈ પરમાર, રાજવંતસિંહ મટકા સહિતના સ્ટાફે પસાર થતી આર.જે.14.સીએન 5605 નંબરની સેવરોલેટ કારને આંતરીને તલાસી લેતા તેમાંથી એક થેલામાં રાખેલી રૂા.12000 ની કિંમતની દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે રાજસ્થાનના જયપુરના વતની અને હાલ ઉત્તરપ્રદેશમાં રહેતા નરેન્દ્રકુમાર ઈન્દ્રપાલ રાજપુત નામના શખ્સની અટકાયત કરી રૂા.1.50 લાખની કિંમતની કાર અને દારૂ તથા થેલા સહિત કુલ રૂા.1,62,100 નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હથા ધરતા દારૂના જથ્થામાં ખંભાળિયાના ભાતેલ ગામના જયપાલસિંહ માનસંગજી જાડેજાની સંડોવણી ખુલતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા અરશી માલા ડોડિયા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા અરશીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.