જામનગરના મોહનનગરમાંથી સીટી એ પોલીસે એક શખ્સને રૂા.26000 ની કિંમતના દારૂના જથ્થા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મોહનનગર ઢાળિયો ઉતરતા મેઈન રોડ ઉપર દ્વારકાધીશ ડેરીવાળા મકાનમાં રહેતો મનિષ સોલંકી નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલોનું વેંચાણ કરતો હોવાની સીટી એ ના હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી. પી. વાઘેલાના માર્ગદર્શન મુજબ સીટી એ ના પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મનિષ સોલંકીને તેના રહેણાંક મકાનમાંથી રૂા.18000 ની કિંમતની 36 નંગ દારૂની બોટલ અને રૂા. 8000 ની કિંમતના 80 નંગ ચપલા સહિત કુલ રૂા.26000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.