જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે રેઇડ દરમ્યાન એક શખ્સને રૂા.21,8000ની કિંમતની 122 બોટલ દારૂ અને 5000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.26,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ નગર કોલોની વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં દોરૂનો જથ્થો હોવાની એલસીબીના પોકો ફિરોઝ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, હેકો.યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ કે.કે.ગોહિલ તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન દિપ અનીલ સોંદરવા નામના શખ્સના રહેણાંક મકાનમાં તાલાશી લેતાં મકાનમાંથી રૂા.21,800ની કિંમતની 122 બોટલ દારૂ અને રૂા.5000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.26,800ના મુદ્દામાલ સાથે અટકાયત કરી પુછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં યશ ઉર્ફે ટકુ અનિલ સોદરવાનો ભાગ હોવાનું અને સંજય વાઘેલા નામના સપ્લાયર પાસેથી દારૂ ખરિદયાની કેફિયત આપતાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.