દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારના પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. વી.આર. શુક્લ તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાટિયામાં સ્ટેશન રોડ ઉપર આવેલી રામેશ્વર સોડા શોપ નામની દુકાનમાં અનઅધિકૃત રીતે લાયસન્સ કે આધાર પુરાવા વગર સેલ્ફ જનરેટેડ આલ્કોહોલવાળી આયુર્વેદિક સીરપ વેચાતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસે આ સ્થળેથી રૂપિયા 35,250 ની કિંમતની 235 બોટલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કરી, આ પ્રકરણમાં કલ્યાણપુરના નવાપરા વિસ્તારમાં રહેતા ધ્રુવ જનકરાય ભટ્ટ નામનાયુવાનની અટકાયત કરી હતી.