આ અંગેની વિગત મુજબ, ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા અનિલ ઉમેશભાઈ બાબુભાઈ બાંભણિયા નામના 21 વર્ષના યુવાનને કલ્યાણપુરથી આશરે 16 કિલોમીટર દૂર ભાટિયા ગામના બસ સ્ટેશનની બાજુમાંથી સ્થાનિક પોલીસે નશાકારક કેપ્સ્યુલ સાથે ઝડપી લીધો હતો.
આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 8,850 ની કિંમતની 1200 નંગ કેપ્સ્યુલનો જથ્થો કબજે કર્યો હતો. તેની પાસેથી પોલીસે રૂપિયા 10,000 ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન પણ કબજે લીધો છે. આ નશાકારક કેપ્સ્યુલ અનિલ બાંભણિયાએ ભાટીયા ગામના રવિ રામભાઈ કરમુર નામના 23 વર્ષના આહિર શખ્સ પાસેથી લીધી હોવાનું કબુલતા પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની એનડીપીએસ એક્ટની કલમ હેઠળ અટકાયત કરી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.