જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારથી સ્થાનિક પોલીસે દેશી તમંચો અને બે કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે કાલાવડ નાકા બહાર પૂલ પરથી પસાર થતા શખ્સને રવિવારે સાંજના સમયે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી લાયસન્સ વગરનો દેશી હાથ બનાવટનો રૂા. 10 હજારની કિંમતનો તમંચો મળી આવ્યો હતો અને બે જીવતા કાર્ટીસ મળી આવતા તમંતો તથા કાર્ટીસ સહિત રૂા.10,200 ના મુદ્ામાલ કબ્જે કરી શિવરાજસિંહની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.