જામનગર શહેર અને જિલ્લામાં નશાકારક કેફી પીણાના વેંચાણ સ્થળે પોલીસ દ્વારા છેલ્લાં થોડાક સમયથી દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાંથી રેઈડ દરમિયાન સ્થાનિક પોલીસે રૂા.1.44 લાખની કિંમતની 960 નંગ નશાકારક કેફી પીણાની બોટલો કબ્જે કરી હતી.
દરોડાની વિગત મુજબ, કાલાવડ ગામમાં કુંભનાથ પરા, વેલનાથ ચોકમાં રહેતો શખ્સ શંકાસ્પદ નશાકારક કેફીપીણાની બોટલોનું વેંચાણ કરતો હોવાની પો.કો. નવલભાઈ આસાણી અને સંજયભાઈ બાલીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.એસ.પટેલ, હેકો શોભરાજસિંહ જાડેજા, પો.કો. સંજયભાઈ બાલીયા, નવલભાઈ આસાણી સહિતના સ્ટાફે કુંભનાથપરા વેલનાથ ચોકમાં રેઇડ દરમિયાન બિપીન રાકેશ ધારેવાડિયા નામના શખ્સના કબ્જામાંથી પોલીસે રૂા.1.44 લાખની કિંમતની નશાકારક કેફી પીણાની હર્બલ ટોનિક (હર્બી) નામની 960 બોટલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.