જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં જાહેરમાં મોબાઇલમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચ ઉપર રનફેરનો જૂગાર રમાડતા એક શખ્સને સ્થાનિક પોલીસે રૂા.6800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર જાહેરમાં ક્રિકેટનો જૂગર રમાડતા હોવાની બાતમીના આધારે પીઆઇ એમ.જે. જલુ અને સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મયુર ઉર્ફે ગલી નરશી ગોરસરા નામનો શખ્સ દુબઇમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જ બેંગ્લોર અને મુંબઇ ઈન્ડિયન્સ વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોન દ્વારા હારજીતનો જૂગાર રમતા રૂા.1800 ની રોકડ રકમ અને અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.6800ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા મયુર જામનગરના સેતાવાડમાં રહેતાં હાર્દિક સોની પાસે કપાત કરાવતો હોવાની ખુલતા બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.