જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં યુવાનનું ગેરેજ ઘર પાસે હોવાનું ન ગમતું હોવાથી શખ્સે યુવાન સહિતના બે વ્યક્તિઓને લાકડી વડે તથા ઈટો વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં રહેતાં હાર્દિક પ્રવિણ અજમેરીયા નામના યુવાનનું મહાદેવ મોટર નામનું ગેરેજ શરૂ સેકશન રોડ પર સત્યમ હોટલ પાસે આવ્યું હોય, જેની બાજુમાં રહેતાં જીગ્નેશ વિઠ્ઠલાણીને ઘર પાસે ગેરેજ હોવાનું ગમતું ન હતું. જેથી મંગળવારે બપોરના સમયે જીગ્નેશ વિઠ્ઠલાણીએ હાર્દિક અને તેના ભાઈ મયુરને ગેરેજ પર જઇ ગાળાગાળી કરી હતી અને લાકડી વડે મારવાનો પ્રયાસ કરી ઈંટોના ઘા મારી માથામાં ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે જીગ્નેશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.