જામનગર શહેરના ભાનુશાળી વાડ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને દારૂની 22 બોટલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ભાનુશાળી વાડ વિસ્તારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન કપિલ ઉર્ફે કાતર ધર્મેન્દ્ર મંગી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.8800 ની કિંમતની ઇંગ્લીશ દારૂની 22 બોટલો મળી આવતા પોલીસે કપિલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં સુનિત ઉર્ફે કુબી નામના શખ્સની સંડોવણી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.