જામનગર શહેરના દિ.પ્લોટ 58 વિસ્તારમાંથી પસાર થતાં શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી મળી આવેલી રૂા. 4800ની કિંમતની 24 બોટલ દારુ સાથે પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. લાલપુર બસ સ્ટેશન પાસેથી રીક્ષામાં પસાર થતાં શખ્સને પોલીસે દારુની એક બોટલ અને રીક્ષા સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતો દિનેશ કેશવજી કાસુન્દ્રા નામનો શખ્સ સોમવારે બપોરના સમયે દિ.પ્લોટ 58 વિસ્તારમાં હરીભાઇની વાડી પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી રૂા. 4800ની કિંમતની દારુની 24 બોટલો મળી આવતાં પોલીસે દિનેશની અટકાયત કરી દારુનો જથ્થો કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો લાલપુર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતી જીજે-10 ટીડબલ્યુ-6445 નંબરની રીક્ષાને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતાં ઇબ્રાહીમ મુસા જુણેજાના કબજામાંથી રૂા. 500ની કિંમતની દારુની બોટલ મળી આવતાં પોલીસે રૂા. 85000ની કિંમતની રીક્ષા અને દારુની બોટલ સહિત કુલ રૂા. 85500નો મુદ્ામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
24 બોટલ દારૂ કબજે : લાલપુરમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે