જામનગર શહેરના રણજીતનગર નેવીલપાર્ક પાસેથી પસાર થતી જીજે-10-સીએલ-4444 નંબરની બાઈકને પોલીસે આંતરીને તલાસી લેતા શકિતસિંહ વિક્રમસિંહ વાઘેલા નામના શખ્સના કબ્જામાંથી રૂા.10 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા પોલીસે દારૂ-બાઈક મળી કુલ રૂા.20 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો અજયસિંહ લખધીરસિંહ પરમાર પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.