Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર અને દ્વારકા જિલ્લામાંથી નશીલા પદાર્થની હેરાફેરી અટકતી જ નથી. એક પછી એક શખ્સો નશીલા પદાર્થ સાથે ઝડપાવવાની ઘટના અવિરત રહે છે. હાલમાં જ ખીજડિયા પાસેથી છ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતી ઝડપાયા બાદ રેલવે સ્ટેશન સામે બુ્રકબોન્ડના મેદાન નજીકથી વધુ એક શખ્સને ચાર કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

હાલારમાંથી ડ્રગ્સનો કારોબાર બેખોફ રીતે ચાલી રહ્યો છે. સમયાંતરે જુદાં-જુદાં સ્થળેથી નશીલા પદાર્થ મળી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. હાલમાં જ જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસેથી છ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે જામનગરના દંપતીની એસઓજીએ ધરપકડ કરી હતી અને નાઇઝીરીયન શખ્સ સહિતના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. ત્યારબાદ રવિવારે હેકો અરજણ કોડીયાતર, રમેશ ચાવડા, મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફે વોચ ગોઠવી રેલવે સ્ટેશન સામેના બ્રુકબોન્ડ મેદાન સામેથી પસાર થતા શખસને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.40000 ની કિંમતનો ચાર કિલો ગાંજાનો જથ્થો મળી આવતા એસઓજીએ સાજીદ ઉર્ફે મુન્નો રજન ખાન નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular