જામનગર ઠેબા ચોકડી પાસેથી એલસીબી પોલીસે એક શખ્સને 246 નંગ દારૂની બોટલો સાથે ઝડપી લઇ મોટરકાર સહિતમ કુલ રૂપિયા 4,75,600નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ સપ્લાયર તરીકે અને એક શખ્સ નાશી જતાં બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર ઠેબા ચોકડી નજીકથી એક શખ્સ દારૂની બોટલો સાથે મોટરકારમાં પસાર થતો હોવાની એલસીબીના મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી જીજે10-એફ-9728 નંબરની મોટરકાર રોકી તેની તલાશી લેતાં યશપાલસિંહ ઉર્ફે ગડિયો નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને રૂપિયા 2,70,600ની કિંમતની 246 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
તેમજ રૂપિયા બે લાખની મોટરકાર અને દારૂનો જથ્થો તથા રૂા. પાંચ હજારની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂપિયા 4,75,600નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન હિતેન્દ્રસિંહ ઉર્ફે વેલ્ડીંગ વિક્રમસિંહ વાળા નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી. તેમજ ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહિમ મશીયરનું નામ પણ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.


