Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના મધુવન સોસાયટીમાંથી 10 નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

જામનગરના મધુવન સોસાયટીમાંથી 10 નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

રણજિતસાગર રોડ પર ચાર નંગ બોટલ સાથે શખ્સ ઝડપાયો : અન્ય બે શખ્સની શોધખોળ

જામનગરના નવાગામ ઘેડ, મધુવન સોસાયટી પાસેથી પોલીસે એક શખ્સને 10 નંગ દારૂની બોટલ તથા મોટરસાયકલ સહિત ઝડપી લઇ કુલ રૂપિયા 78 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. રણજિતસાગર રોડ પરથી સિટી ‘એ’ પોલીસે એક શખ્સને મોટરકારમાંથી ચાર નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના નવાગામ ઘેડ, મધુવન સોસાયટીના ખૂણા પાસેથી સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન જીજે10-ડીએસ-8822 નંબરના ઇલેકટ્રીક મોટરસાયકલમાંથી રૂા. 5 હજારની કિંમતની 10 નંગ દારૂની બોટલ સાથે અશોક શરદ શિંગાળા નામના શખ્સને ઝડપી લીધો હતો અને દારૂની બોટલ, રૂા. 70 હજારની કિંમતનું મોટરસાયકલ તથા રૂા. 3 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂપિયા 78,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગરના રણજિતસાગર રોડ, સંગમ બાગથી પવન ચકકી તરફ જતા રસ્તે વિશાલ બેટરીની સામેથી સિટી ‘એ’ પોલીસે જીજે10-ડીઇ-9732 નંબરની મોટરકારમાંથી ચાર નંગ દારૂની બોટલ સાથે કેશુ નાથા શિંગરખિયા નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે રૂા. 1120ની કિંમતની દારૂની બોટલ, રૂા. 8 લાખની કિંમતની મોટરકાર તથા રૂપિયા 50 હજારની કિંમતનું જીજે10-સીઆર-9079 નંબરનું મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 8,51,120નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પ્રફૂલ્લ લક્ષ્મણ ગોજિયા, પાલા નારણ આંબલિયાના નામો પણ ખુલતા તેની શોધખોળ પણ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular