જામનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા લૈયારાના કુખ્યાત શખ્સ વિરૂધ્ધ કલેકટરે પાસાની દરખાસ્ત મંજુર કરતાં એલસીબીની ટીમે ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં ધકેલવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતો યાસીન ઉર્ફે મોટો હાજી ખેરાણી નામના શખ્સ સામે પ્રોહિબિશન, આંગડીયા લુંટ, હત્યા, મારામાર અને હથીયાર ધારા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ શખ્સ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબી પીઆઇ કે.કે.ગોહિલ તથા સ્ટાફે યાસીન વિરૂધ્ધ કરેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ મંજુર કરતાં એલસીબીની ટીમે લૈયારામાંથી યાસીન ઉર્ફે મોટાની ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.