જામનગરમાં વિકાસ ગૃહ મુખ્ય રોડ પર જાહેરમાં મોબાઇલમાં એપ્લીકેશન દ્વારા ટી-10 મેચના પ્રસારણ ઉપર હાર-જીતનો જૂગાર રમાડતા શખ્સને રૂા.3600 ની રોકડ રકમ અને 10 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.13600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વિકાસ ગૃહ મુખ્ય રોડ પર જાહેરમાં મોબાઇલ એપ્લીકેશનમાં યુએઈના અબુધાબીમાં રમાતી કલન્દર અને દિલ્હી બુલ્સ વચ્ચે ટી-10 મેચમાં રનફેરના આંકડાઓનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભાર્ગવ અશોક રાયઠઠ્ઠા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.3600 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.13,600 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.