Friday, January 16, 2026
Homeરાજ્યભાણવડમાં વૃદ્ધની નિર્મમ હત્યા નિપજાવનારા શખ્સની ધરપકડ

ભાણવડમાં વૃદ્ધની નિર્મમ હત્યા નિપજાવનારા શખ્સની ધરપકડ

મકાન ખરીદવા વૃધ્ધની હત્યા : પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ

ભાણવડમાં રહેતા એક નિવૃત વૃદ્ધની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

- Advertisement -

ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલી કાણીયા મામા ચોક વાળી શેરીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા મનસુરભાઈ કાસમભાઈ કોટડીયાના 63 વર્ષના વૃદ્ધના મકાનને સસ્તા ભાવે મેળવી લેવાની ઇચ્છા ધરાવતા ભાણવડમાં દિવડી સોસાયટી ખાતે રહેતા સલીમ મનસૂરઅલી સમનાણી નામના એક યુવાને બે દિવસ પૂર્વે રાત્રિના સમયે છરીના ઘા ઝીંકી અને મનસુરભાઈની નિર્મમ હત્યા કરી હતી. આ બનાવ સંદર્ભે તપાસનીશ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા આરોપી સલીમ સમનાણીની ધરપકડ કરી, રિમાન્ડ સહિતની ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular