Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમુખ્યમંત્રી પદે ટકી રહેવા મમતા પાસે માત્ર 71 દિવસ

મુખ્યમંત્રી પદે ટકી રહેવા મમતા પાસે માત્ર 71 દિવસ

નિયમ મુજબ 6 માસમાં ધારાસભ્ય પદે ચૂંટાવું જરૂરી : પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચની ઢીલાશથી મમતા મુશ્કેલીમાં

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ બહુમતીથી સત્તા હાંસલ કરનાર મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલીઓ માં વધારો થતો જણઆઇ રહ્યો છે કેમ કે હવે તેમને પોતાની ખુરશી બચાવવા ફક્ત 71 દિવસનો સમય બાકી રહે છે. જો તે આગામી 71 દિવસમાં પશ્ર્ચિમ બંગાળના કોઇપણ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઇને ધારાસભ્ય ન બની શકે તો તેમને મુખ્યમંત્રીપદના હોદ્દા ઉપરથી રાજીનામું આપવું પડે.

આ સંજોગોને ધ્યાનમાં લેતાં તૃણમૂલ કોંગ્રેસે ગુરૂવારે ફરી એકવાર ચૂંટણીપંચની મુલાકાત લઇ રાજ્યમાં સત્વરે પેટા ચૂંટણી કરાવવાની માંગણી કરી હતી. મમતા બેનરજી માટે મુખ્યમંત્રીપદે યથાવત રહેવા 5 નવેમ્બર સુધી ધારાસભ્યપદે ચૂંટાઇ આવવું ફરજિયાત છે.


તૃણમૂલ કોંગ્રેસના નેતા સૌગત રોયની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે ચૂંટણીપંચની મુલાકાત લઇને પશ્ચિમ બંગાળમાં જલ્દીથી પેટા ચૂંટણી કરાવવાની માંગ સાથે એક આવેદનપત્ર આપ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતાઓે આ અગાઉ બે વાર પશ્ચિમ બંગાળમાં વેળાસર પેટાચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી કરી હતી.
તે ઉપરાંત મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ રાજ્યમાં વિના વિલંબે પેટા ચૂંટણી કરાવવાની જાહેરમાં માંગ કરી હતી. ચૂંટણીપંચની મુલાકાત બાદ સૌગત રોયે કહ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળની સાત વિધાનસભા બેઠકો ઉપર જેમ બને તેમ જલ્દીથી પેટા ચૂંટણી કરાવવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું.

ઉલ્લેખનિય છે કે મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે સતત ત્રીજીવાર પશ્ચિમ બંગાળમાં સત્તા હાંસલ કરી હતી પરંતુ ખુદ પક્ષના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપના નેતા અને પોતાના જૂના સાથીદાર એવા શુભેન્દુ અધિકારી સામે નંદીગ્રામ વિધાનસભા બેઠક ઉપરથી થોડાં મતો માટે ચૂંટણી હારી ગયા હતા તેથી તેને પરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવવું ફરજિયાત થઇ ગયું છે. બંધારણની જોગવાઇ મુજબ જો કોઇ વ્યક્તિ વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય ન હોય તો પણ તેને મંત્રી કે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે પરંતુ તેણે પોતાની નિયુક્તિના છ મહિનામાં ક્યાં તો વિધાનસભામાં અથવા તો વિધાનપરિષદના સભ્ય બનવું અનિવાર્ય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular