પશ્ચિમ બંગાળ તેની વિધાનસભાની ચૂંટણીઓને લઇને ભારે ચર્ચામાં છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ચૂંટણીઓ પહેલા પશ્ચિમ બંગાળની દરેક જનતાને વિના મુલ્યે વેક્સીન આપવમાં આવે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખતા જણાવ્યું છે કે રાજ્યમાં ચુંટણી પહેલા કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. તેને નિયંત્રણમાં લાવવા માટે દરેકને કોરોનાનું રસીકરણ કરવું જરૂરી છે.અને પશ્ચિમબંગાળની સરકાર ઈચ્છે છે કે રાજ્યના દરેક લોકોને કોરોનાની વેક્સીન વિનામૂલ્યે આપવામાં આવે.
મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળની સરકાર તમામ લોકો માટે વિનામુલ્યે કોરોના વેક્સીનની રસી ખરીદવા માંગે છે. હું પીએમ મોદીને અપીલ કરું છું કે તેઓ વેક્સીન ખરીદવામાં અમારી મદદ કરે. જેથી રાજ્યના લોકોને વિનામૂલ્યે આ વેક્સીન આપવામાં આવે. જણાવી દઈએ કે મમતા બેનર્જીના આ પત્રને લઈને હજુ સુધી કોઈ પ્રતીક્રીયા મળી નથી. જયારે દીદી પહેલા જ બંગાળના લોકોને વિનામૂલ્યે વેક્સીન આપવાની જાહેરાત કરી ચુકી છે.