Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં કાલે બહુમત પરિક્ષણ

મહારાષ્ટ્રમાં કાલે બહુમત પરિક્ષણ

રાજ્યપાલના ફલોર ટેસ્ટના આદેશ સામે સુપ્રિમ કોર્ટ પહોંચી ઉધ્ધવ સરકાર : આજે સાંજે 5 વાગ્યે થશે સુનાવણી

- Advertisement -

મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે. કોરોના બાદ સ્વસ્થ થયેલા રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ આવતીકાલે ગુરુવારે ઉધ્ધવ સરકારને બહુમત પૂરવાર કરવા આદેશ આપ્યો છે. તો બીજીતરફ રાજ્યપાલના આ આદેશથી નારાજ શિવસેના સુપ્રિમ કોર્ટ પહોંચી છે. જ્યાં રાજ્યપાલનો આદેશ સ્થગિત કરવા માગણી કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની અરજી સ્વિકારી આજે સાંજે 5 વાગ્યે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે. ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી. બીજી બાજુ એકનાથ શિંદે અને બંડખોર ધારાસભ્યો આજે સાંજે મુંબઈ પરત આવી શકે છે.

- Advertisement -

મહરાષ્ટ્રમાં ગુરૂવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેનો એજન્ડા મુખ્યમંત્રી સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ છે. ગુરૂવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. રાજ્યપાલે પત્રમાં લખ્યું હતું કે, પ્રદેશના રાજકારણની સ્થિતિ ખાસ સારી નથી. શિવસેનાના 39 ધારાસભ્યો પહેલેથી જ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી અલગ થવાની વાત કહી ચુક્યા છે. જ્યારે 7 અપક્ષ ધારાસભ્યોએ પણ પત્ર લખીને ઉદ્ધવ સરકારને આપેલું સમર્થન પાછું લેવાની વાત કરી છે. રાજ્યપાલના કહેવા પ્રમાણે વિપક્ષના નેતાઓએ પણ તેમને મળીને ફ્લોર ટેસ્ટની માગણી કરી છે.

બીજીતરફ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. શિવસેનાએ ફ્લોર ટેસ્ટ રોકવાની માગણી કરી છે. શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ ફ્લોર ટેસ્ટ રોકવાની માગણી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, 16 બંડખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી હજું પૂરી નથી થઈ. સુપ્રીમ કોર્ટે જ તેના પર રોક લગાવેલી છે. શિવસેનાના કહેવા પ્રમાણે તે કાર્યવાહી પૂર્ણ ન થાય તે પહેલા ફ્લોર ટેસ્ટ ન થઈ શકે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશ્યારીએ ગુરૂવારના રોજ વિધાનસભાના વિશેષ સત્રની જાહેરાત કરી છે. તેમાં સવારના 11 થી સાંજના 5 વાગ્યા દરમિયાન ફ્લોર ટેસ્ટ થશે. ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી (ખટઅ) સરકારે તેમાં બહુમતી સાબિત કરવી પડશે જે તેમના માટે મુશ્કેલ હોવાનું જણાઈ રહ્યું છે. આ કારણે જ શિવસેનાએ સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ ફ્લોર ટેસ્ટની માગણી સામે સુપ્રીમ કોર્ટમાં જશે. રાઉતે ફ્લોર ટેસ્ટની માગણીને ગેરકાયદેસર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો કેસ હજુ પેન્ડિંગ છે. સંજય રાઉત દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે ભાજપ તથા રાજ્યપાલ મળીને બંધારણ સાથે રમત કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular