Sunday, September 8, 2024
Homeરાજ્યગુજરાતરાજયના વહિવટી તંત્રમાં મોટા ફેરફાર, એક સાથે 109 આઇએએસની બદલી

રાજયના વહિવટી તંત્રમાં મોટા ફેરફાર, એક સાથે 109 આઇએએસની બદલી

જામનગર કલેકટર તરીકે બી.એ. શાહ જયારે ડીડીઓ તરીકે વિકલ્પ ભારદ્વાજની નિમણૂંક : દ્વારકા જિલ્લાના કલેકટર મુકેશ પંડયાની પણ બદલી તેમની જગ્યાએ એ.એમ. શર્માની નિમણુંક

- Advertisement -

ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જામનગર જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી અને ડીડીઓ મિહિર પટેલની બદલી કરવામાં આવી છે. જયારે દ્વારકા જિલ્લાના કલેકટર મુકેશ પંડયાની પણ બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. આજે કરવામાં આવેલી સામૂહિક બદલીઓના હુકમમાં જામનગર જિલ્લા કલેકટર તરીકે સૌરઘ પારઘીના સ્થાને બી.એ. શાહની નિમણુંક કરવામા આવી છે. જયારે ડીડીઓ તરીકે મિહિર પટેલની જગ્યાએ વિકલ્પ ભારદ્વાજની નિમણુંક કરવામાં આવી છે. બીજી તરફ દ્વારકા જિલ્લાના કલેકટર મુકેશ પંડયાના સ્થાને એ.એમ. શર્માની નિમણુંક કરવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે હજુ સુધી કોઇ હુકમ કરવામાં આવ્યો નથી.

- Advertisement -

બદલીઓમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના IAS બનાવવા આવ્યા છે. તો એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીણા, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

મુકેશ પુરીને સચિવાલયમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે, અત્યારે તેઓ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં અઈજ હતા. એકે રાકેશને વધારાનો ચાર્જમાંથી મુક્ત કરાયા છે. જો કે, મુકેશ પુરી પાસે સરદાર સરોવર નર્મદા નિગમના ખઉનો વધારાનો ચાર્જ રહેશે.

- Advertisement -

સંજય નંદનને સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પલોયમેન્ટમાં અમદાવાદના મહાત્મા ગાંધીના લેબર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનમાં એમડી હતા. સાથે જ ડો. અનૂજ શર્માને વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. એ કે રાકેશને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. અત્યારે તેઓ સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં ACS હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular