રાજસ્થાનના ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની ગઈ શાળાની છત ધારાશાયી થતા ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ તો 17 બાળકો ઘાયલ થવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
રાજસ્થાનના ઝાલાવાડમાં જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તુટી પડી વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાઈ ગયા હતાં. મળતી પ્રાથમિક માહિતી મુજબ ચાર બાળકોના મોત થયા છ અને ઘણાં બાળકો દટાયા હોવાની આશંકા છે. અકસ્માત બાદ 17 બાળકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે ઘણાં બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. વર્ગમાં લગભગ 60 જેટલા બાળકો હાજર હતાં. જેમાંથી 25 બાળકો દટાયા હોવાની આશંકા છે. ઘટના ઘટતાની સાથે જ વિસ્તારના લોકો મદદ માટે દોડી આવ્યા હતાં. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઇ હતી અને લોકોએ બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આસપાસ સવત્ર કાટમાળ છવાયો છે.

ઝાલાવાડના પોલીસ અધિક્ષક અમિતકુમારે ચાર બાળકોના મૃત્યુ અને 17 અન્ય ઘાયલ થયા દસ બાળકોને ઝાલાવાડ રિફર કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ થી ચારની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું હતું કે, શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, ઝાલાવાડના મનોહરથાણામાં સરકારી શાળાની ઈમારત ધરાશાયી થવાથી ઘણાં બાળકો અને શિક્ષકો ઘાયલ થયાના અહેવાલો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય.

આ ઘટના પર રાજસ્થાન સરકારના શિક્ષણમંત્રી મદન દિલાવરે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે તો શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. તો શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનની બધી શાળાઓનું નિર્માણ અને સંપૂર્ણ નવીનિકરણ કરવામાં આવશે તો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઘટના પર દુ:ખ વ્યકત કર્યુ હતું.


