Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરપુષ્ય નક્ષત્રમાં ખરીદીનો મહાયોગ

પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો મહાયોગ

- Advertisement -

દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં છે. ત્યારે લોકોમાં આવનારા તહેવાર અંગે ખૂબ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આ ઉપરાંત દિવાળી બાદ લગ્નસરાની સિઝન હોય, ત્યારે બજારોમાં તહેવાર અને લગ્નસરાની સિઝનને લઇને ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પુષ્ય નક્ષત્રનો પર્વ છે. ત્યારે વહેલી સવારથી જ સોના-ચાંદીના શો-રૂમમાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

આજે પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદી, હિરા સહિતની વસ્તુઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. ત્યારે દિવાળી પૂર્વે આવતા પૂષ્ય નક્ષત્રનો અનેરો મહિમા છે. જ્યારે લોકો મોટી સંખ્યામાં સોના-ચાંદી, હિરાની ખરીદી કરતાં જોવા મળે છ.ે આ નક્ષત્રમાં લોકો ચોપડા પૂજન માટે ચોપડા પણ ખરીદે છે. નક્ષત્ર આજે સવારે 8થી શરુ કરી આવતીકાલે સવારે 10:30 સુધી ચાલશે.

કહેવાય છે કે, પુષ્ય નક્ષત્રમાં સોનુ ઘરે લાવવાથી લક્ષ્મીજીની સાથે ધનકુબેર પણ આવે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કુલ 27 નક્ષત્ર છે. પ્રજાપતિ દક્ષે આ તમામ નક્ષત્રના વિવાહ ચંદ્રમા સાથે કર્યા છે. આમ ચંદ્રમાના અલગ અલગ નક્ષત્ર સાથેના સંયોગથી આ યોગ બને છે. પુષ્ય નક્ષત્રના કારણે આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે અને સુખ સૌભાગ્યની વૃધ્ધિ થાય છે. ઋગ્વેદમાં પુષ્પ નક્ષત્રને મંગળ કર્તા, વૃધ્ધિ કર્તા, આનંદકર્તા અને શુભદાયી માનવામાં આવે છ.ે આ વર્ષે આ યોગ 4-5 નવેમ્બરે બની રહ્યો છે અને આજે અને આવતીકાલે આ યોગમાં ઘર, સંપત્તિની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. જેથી લક્ષ્મી માતા અને કુબેરદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

- Advertisement -

આ પ્રસંગે જામનગરમાં કે.ડી. જ્વલેર્સ, એન.એન. જવેલર્સ, ન્યુ વિશાલ જવેલર્સ, મુરલીધર જવેલર્સ, શ્રીબાલ કૃષ્ણ, ખિલોસવાળા, વૃંદાવન જવેલર્સ, શ્રી મનાલી જવેલર્સ આના આ યોગમાં ખાસ મેકિંગ ચાર્જીસ પર ડિસ્કાઉન્ટ પણ આપેલું છે. જ્યારે નવીનત જવેલર્સે પણ પુષ્ય નક્ષત્ર, ધન તેરસ અને દિવાળી પર ખાસ ઓફર આપેલી છે. ત્યારે લોકો આ ડિસ્કાઉન્ટનો લાભ લઇને ખરીદી કરી રહ્યાં છે અને આ સ્વર્ણોત્સવ ઓફર્સનો લાભ લઇ રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular