ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં હતું. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરએ અહેવાલ આપ્યો છે કે ઇન્ડોનેશિયાના બાલી સમુદ્ર ક્ષેત્રમાં 7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઊખજઈએ પણ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિમી નીચે હતું.
છત્તીસગઢ સોમવારે ભૂકંપના સતત બે આક્ટરશોકથી હચમચી ગયું હતું. સોમવારે મોડી સાંજે ઉત્તરીય પ્રદેશ સુરગુજા જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ધટનામાં હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સુરગુજા જિલ્લાના મુખ્ય મથક અંબિકાપુર શહેરની નજીક મોડી સાંજે બે વખત હળવા આંયકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે 8.04 કલાકે પહેલો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર અંબિકાપુરથી નવ કિલોમીટર દૂર અને પૃથ્વીની સપાટીથી લગભગ 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપ ખૂબ જ હળવો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી છે.