Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપેલેસ દેરાસરમાં મહાવીર ભગવાનને સોનાના વરખની ભવ્ય આંગી

પેલેસ દેરાસરમાં મહાવીર ભગવાનને સોનાના વરખની ભવ્ય આંગી

- Advertisement -

જામનગરમાં જૈન દર્શન ઉપાસક સંઘ પેલેસ મહાવીર સ્વામી જીનાલયે ગુરૂવારે મહાવીર જન્મકલ્યાણકની ઉજવણીમાં પ.પૂ. સાધ્વીજી અનંતપ્રભા મ.સા.ના સુશિષ્યાઓ પ.પૂ. સાધ્વીજી પ્રશાંત દર્શના મ.સા. તથા પ.પૂ. સાધ્વીજી ધૈર્ય દર્શના મ.સા.ની નિશ્રામાં રાત્રિના સમયે ઋષભભાઈ શાહ (અમદાવાદ) દ્વારા ભાવનાનો કાર્યક્રમ યોજાયો હતો. મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે સોનાનું તથા ફૂલોની આંગીના દર્શનમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, આશિષભાઈ જોશી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, વોર્ડ નં. 5ના પ્રમુખ દિપકભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં પલેસ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીને સોનાના વરખ, ફૂલની આંગી કરવામાં આવી હતી તેમજ રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે 14 સ્વપ્ન પણ મુકવામાં આવ્યાં હતાં. ભગવાન મહાવીર સ્વામીને કરવામાં આવેલ આંગીના દર્શન કરવા જામનગર શહેરમાંથી જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular