જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલનાં સર્જરી વિભાગ દ્વારા જામનગરના મધુસુદન મસાલા લી.ના ચેરમેન/ મેનેજીંગ ડિરેક્ટરનો સંપર્ક કરી ન્યુરોસર્જરી વિભાગ માટે કંપનીના સીએસઆર અંતર્ગત મેડીકલ સાધનો લઇ આપવા રજુઆત કરવામાં આવી હતી.

જે રજુઆત ને અગ્રતા ક્રમે ધ્યાને લઈને મધુસુદન મસાલા લી. ના ચેરમેન – મેનજીંગ ડીરેક્ટર રિસિતભાઈ ડી. કોટેચાએ કંપનીનાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી પ્રવૃતિ અંતર્ગત ઉપરોક્ત માંગણી મંજુર કરી હતી, અને ગુરૂ ગોવિંદસિંધ હોસ્પીટલને ન્યુરો સર્જરી માટેના સ્પાઈન એન્ડ બ્રેઈન એન્ડોસ્કોપી સેટ” ના રૂપિયા દસ લાખ ની કિંમતના સાધનો વસાવી આપ્યા હતા.
જેનું મધુસુદન મસાલા લી. ના મોભીઓ રિસિતભાઈ કોટેચા (ચેરમેન-એમ.ડી.), તેમજ અન્ય ડાયરેક્ટરશ્રીઓ દયાળજીભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા, હિરેનભાઈ કોટેચા તથા પરિવારજનો અને ગોવા શિપ યાર્ડના ડાયરેક્ટર એડવોકેટ હસમુખભાઈ હિંડોચા વગેરે ની ઉપસ્થિતિમાં ભારત માતાનાં ફોટા સમક્ષ દિપ પ્રાગટય કરી હોસ્પીટલનાં સર્જરી વિભાગનાં વડા ડો. કેતનભાઈ મહેતા તથા ન્યુરોસર્જન ડો. ભૌમિકભાઈ ચુડાસમાને સોંપી આપ્યા હતા.
આ સમયે હોસ્પીટલનાં અધિક્ષક ડો. દિપકભાઈ તિવારી, મેડીકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઇ તથા સર્જરી વિભાગનાં તમામ સિનિયર તબીબો ઉપસ્થિત રહયા હતા.