Sunday, January 18, 2026
Homeરાજ્યમોતનો મલાજો જળવાતો નથી

મોતનો મલાજો જળવાતો નથી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં પણ લમ્પી વાયરસ વકરી રહ્યો છે. જેમાં 12 થી 15 જેટલી ગાયોના મોત નિપજ્યા હતાં અને આ ગાયોના મૃતદેહોને યોગ્ય રીતે દફન કરવાને બદલે સલાયા-ખંભાળિયા રોડ પર પાંચ કિ.મી. દૂર આવેલા નાગનાથ મંદિર સામેના વિસ્તારની ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાયા હતાં. ખરેખર મૃતદેહોને ખાડો કરી દફન વિધિ કરવી જોઇએ. જો કે આ રીતે ગાયોના મૃતદેહોને ખુલ્લામાં ફેંકી દેવાતા કુતરા તથા જનાવરોએ ફાડી ખાધા છે. જેના કારણે રોગચાળો વકરવાની શકયતા રહેલી છે. નગરપાલિકાએ ગંભીરતા દાખવીને રોગચાળો ન વકરે અને મોતનો મલાજો જળવાઈ રહે તે માટે મૃતદેહોને યોગ્ય રીતે દફન કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular