નવા વર્ષે ગેસ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. IOCL અનુસાર, 1 જાન્યુઆરી, 2022ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 થી ઘટીને 1998.5 થયા છે. ચેન્નાઈમાં હવે 19 કિલોના એલપીજી સિલિન્ડર માટે 2131 રૂપિયા, મુંબઈમાં 1948.50 રૂપિયા ચૂકવવા પડશે.
બીજી તરફ ઘરેલૂ ગેસ સિલિન્ડર એટલે કે 14.2 kg, 5 kg અને 10 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડરની કિંમત યથાવત રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, લોકો માટે રાહતની વાત એ છે કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ ધરાવતા વેપારીઓને રાહત મળી છે.