તાજેતરમાં જ એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રસ્તા પર જઈ રહેલ એક વૃદ્ધાના ગળામાંથી તસ્કર સોનાના ચેનની ચીલઝડપ કરી રહ્યો હતો. તેની સામે કુતરાએ વફાદારી બતાવી હતી. બાદમાં શખ્સ ત્યાંથી ફરાર થયો હતો. રાજકોટની આ ચેઈન સ્નીચિંગની ઘટનાના સીસીટીવી વાઈરલ થઇ રહ્યા છે.
રાજકોટના લિંબુવાડી વિસ્તારમાં એક વૃદ્ધા સવારના સમયે રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન એક શખ્સ આવીને વૃદ્ધાના ગળા માંથી ચેન ખેંચીને ફરાર થઇ જાય છે. મહિલા બુમો પાડતી હોય છે પરંતુ કોઈ આવતું નથી તે સમયે ત્યાં ઉભેલ એક શ્વાન વૃદ્ધાને બચવાની કોશિશ કરે છે. ને ત્યાં જઈને ભસવા લાગે છે પરંતુ ત્યાં સુધીમાં શખ્સ ચેન ખેંચીને નાશી છુટે છે. આ વૃદ્ધા થોડે સુધી તેની પાછળ દોડે પણ છે. પરંતુ, તે ચોર ટુ વ્હીલર પર ફરાર થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. તેના આધારે પોલીસે શખ્સની તપાસ હાથ ધરી છે.