દેશની સર્વોચ્ચ અદાલતમાં લવ જિહાદનો એક કેસ પહોંચ્યો છે. આ કેસ સાથે દેશના બે રાજયો ઓડિશા તથા પંજાબ એન્ડ હરિયાણા ઉપરાંત એક કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીર સંકળાયેલો છે. નવાઇની વાત એ છે કે, આ મામલામાં એક પિતા પોતાની પરણિત પૂત્રીને શોધી રહ્યો છે, અદાલતી કાર્યવાહી પણ ચાલુ છે અને બીજી તરફ આ પૂત્રી પોતાના પતિ સાથે અદ્શ્ય હોવાનું જાહેર થયું છે.
આ કેસમાં જે યુવકનું નામ છે તે યુવક કાશ્મીરના આતંકી વિસ્તાર બાંદીપોરાનો રહેવાસી છે. અગાઉ તે ઓડિશા ખાતે રહેતો હતો અને પોતાની સાથે ભણતી એક હિન્દુ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બન્ને પરણી ગયા, અને આ કપલ નોકરી અર્થે ચંદીગઢમાં સેટલ થયું. આ કપલનો હાલ કોઇ પતો ન હોવાથી આ યુવતીના પિતાએ અદાલતમાં અરજી કરી પોતાની પુત્રીને શોધી કાઢવા પોલીસને સુચના આપવામાં આવે તેવી માંગણી અદાલતમાં કરી છે.
આ પૂત્રીનો પિતા જણાવે છે કે, મારી પુત્રી કોઇની પણ સાથે પરણે તે બાબત અંગે મારો વિરોધ નથી. અમે માતા-પિતા તરીકે ઇચ્છિએ છીએ કે, અમારી પુત્રી શાંતિથી જીવન ગુજારે. પરંતુ હાલ અમારી પુત્રી કયાં છે? તે અંગે અમોને કશી જાણકારી ન હોવાથી અમે અમારી પુત્રીને શોધી રહ્યા છીએ. દરમ્યાન એવું જાહેર થયું છે કે, હાલ આ કપલ કયાં છે? તે અંગે કોઇને કશી ખબર નથી. આ કપલના લગ્નની સરકારી કચેરીમાં નોંધણી થઇ છે કે કેમ? તે અંગે પણ કોઇ વિગતો બહાર આવી નથી. આ મામલામાં સુપ્રિમ કોર્ટે જમ્મુ કાશ્મીર તથા ચંદીગઢના પ્રશાસનોને તથા ઓડિશાની રાજય સરકારને નોટીસ મોકલાવી આ કપલ અંગેની છેલ્લામાં છેલ્લી વિગતો અદાલત સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે.