Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઉધાર પૈસાની લોટરીએ 11 મહિલાઓને બનાવી કરોડપતિ

ઉધાર પૈસાની લોટરીએ 11 મહિલાઓને બનાવી કરોડપતિ

- Advertisement -

‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે…’ એ કહેવત રાતો રાત કરોડપતિ બનેલી કેરળની 11 મહિલાઓ છે જેમને સપના પણ નહિ વિચાર્યું હોઈ કે કાલે સવારે એ કરોડપતિ બની જશે. જેમની પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે 250 રૂપિયા પણ ન હતા, તેમના નસીબ ખુલી ગયા હતા. કેરળની અગિયાર મહિલાઓ, જેમણે અગાઉ મ્યુનિસિપાલિટી સેનિટેશન વર્કર્સ તરીકે કામ કર્યું હતું, તેમણે 2023ની મોનસૂન બમ્પર લોટરી, જે રાજ્યની માલિકીની લોટરી ટિકિટ સેલ દ્વારા ચલાવવામાં આવે છે, તેમાં 10 કરોડ રૂપિયા જીતીને જીવન બદલી નાખતી સિદ્ધિ હાંસલ કરી છે. મહિલાઓએ તેમના સંસાધનો એકસાથે ભેગા કર્યા અને લોટરીની ટિકિટ ખરીદવા માટે જરૂરી રૂ. 250 એકત્રિત કર્યા. લોટરીએ અન્ય ભાગ્યશાળી વિજેતાઓને રૂ. 10 લાખથી રૂ. 1 લાખ સુધીના અન્ય ઇનામો પણ એનાયત કર્યા હતા. આ મહિલાઓ પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે પણ પૈસા ન હતા. આમાંથી એક મહિલાએ તેના પાર્ટનર પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા હતા. ગ્રૂપ મેમ્બર રાધાએ જણાવ્યું કે અમે અગાઉ પણ પૈસા જમા કરીને લોટરીની ટિકિટ ખરીદી હતી પરંતુ આ પ્રથમ વખત અમે જીતવામાં સફળ રહ્યા છીએ. અમને આશા નહોતી કે અમે 250 રૂપિયાનું રોકાણ કરીને 10 કરોડ જીતી શકીશું.

- Advertisement -

લોટરી જીતનાર મહિલાઓએ કહ્યું કે અમારી ખુશીનું કોઈ સીમા નથી. અમે અમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને હવે લોટરીમાં જીતેલી રકમથી અમે સમસ્યાઓ હલ કરી શકીશુ. આમાંથી કેટલીક મહિલાઓ પોતાની દીકરીઓના લગ્ન કરશે તો કેટલીક પોતાના પરિવારના સભ્યોની સારવારનો ખર્ચ ઉઠાવશે. નગરપાલિકામાં હરિત કર્મ સેના ક્ધસોર્ટિયમના પ્રમુખે જણાવ્યું હતું કે આ વખતે સૌથી વધુ લાયક લોકો પર નસીબનો વરસાદ થયો છે. તેમણે કહ્યું કે તમામ પ્રથમ પુરસ્કાર વિજેતાઓ ખૂબ જ મહેનતુ છે અને તેમના પરિવાર માટે માત્ર પૈસા કમાય છે. લોટરી વિજેતાઓને મળવા અને અભિનંદન આપવા માટે નગરપાલિકા ગોડાઉન પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular