છત્તીસગઢના રાયગઢ તહસીલ કોર્ટમાં ભગવાન શિવે હાજરી આપી હતી. આગાઉ કોર્ટે જમીન પચાવી પાડવાના મુદ્દે ભગવાન શિવ સહીત 10 લોકોને નોટીસ ફટકારી હતી. જેની સુનાવણીમાં ભગવાન શિવ સહિત ડઝનબંધ લોકો હાજર હતા. આવી સ્થિતિમાં ભગવાન સાક્ષાત તો આવી ન શકે ભક્તો મંદિર માંથી શિવલિંગ ઉખાડીને કોર્ટમાં પહોચ્યાં હતા.પરંતુ ભગવાન શિવને હાજર થવા માટે આગામી તારીખ આપવામાં આવી હતી. કારણ કે પ્રિસાઇડીંગ ઓફિસરો અન્ય સરકારી કામમાં વ્યસ્ત હતા. આ વાત સાંભળવામાં હાસ્યાસ્પદ લાગશે, પરંતુ આ વાસ્તવિકતા છે. મામલો રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 25 હેઠળના કૌહાકુંડા વિસ્તારનો છે.
વોર્ડ નંબર 25ની રહેવાસી સુધા રાજવાડેએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં શિવ મંદિર સહિત 16 લોકો પર સરકારી જમીન અને તળાવ પચાવી આરોપ લગાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે રાજ્ય સરકાર અને રેવન્યુ કચેરીને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. રેવન્યુ કચેરીના અધિકારીએ તપાસ ટીમ બનાવી 3 દિવસ સુધી તપાસ કરી હતી.
તપાસમાં 10 લોકોએ જમીન પર કબજો કર્યો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં કોર્ટે 10 લોકોને નોટિસ ફટકારી હતી, જેમાં ભગવાન શિવનું નામ પણ હતું. આવી સ્થિતિમાં ભગવાન સાક્ષાત તો આવી ન શકે માટે ભક્તો મંદિર માંથી શિવલિંગ લઇને પહોચ્યા હતા. પરંતુ ભગવાનને રાહત મળી નથી. કારણકે મોટાભાગના અધિકારીઓ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી આગામી તારીખ 13 એપ્રિલના રોજ આગળની કાર્યવાહી કરવામાં આવશે.