Friday, December 5, 2025
Homeવિડિઓદ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ - VIDEO

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – VIDEO

રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી એ દ્વારકાધિશના દર્શન શંકરાચાર્યજીના પાદુકાનું પુજન કર્યુ

- Advertisement -

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણી દ્વારકાની યાત્રાએ આવ્યા હતા.

દ્વારકામાં રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી, તેમણે શારદામઠની મુલાકાત લીધી હતી તથા શંકરાચાર્યજીના પાદૂકાનું પૂજન કર્યુ હતું.

- Advertisement -

પરિમલભાઈએ આજની તેમની આ યાત્રામાં મિડીયા સાથેના સંવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશેનાં વિવાદિત સાહિત્ય અને નિવેદનોની ટીકા કરવામાં આવી હતી તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં હાજરાહજૂર હોવાનું નિવેદન આપી ભગવાન શ્રી દ્વારકાધીશની મહિમા અનંત હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પરિમલભાઈએ ગઈકાલે જ આ મુદ્દે એક્સ (ટ્વીટર) પર પોસ્ટ મૂકી સ્વામીનારાયણ મંદિરની ટીકા કરી હતી. જે પછી આજે તેઓની દ્વારકા યાત્રા દરમ્યાન પણ તેમણે આ મુદ્દે વિરોધ પ્રગટ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular