Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનિલકંઠનગર આરોગ્ય કેન્દ્રમાં રસી લેવા લાંબી કતારો

નિલકંઠનગર આરોગ્ય કેન્દ્રમાં રસી લેવા લાંબી કતારો

- Advertisement -

જામનગરના નિલકંઠનગર આરોગ્ય કેન્દ્ર બહાર વેકિસન માટે લોકોની લાંબી કતારો લાગી હતી. રાજ્યમાં વેપારીઓના વેપાર-ધંધા ચાલુ રાખવા કોરોના રસીકરણ ફરજીયાત હોય વેકિસન લેવામાં વેપારીઓ બાકી હોય મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વેકિસનેશન સેન્ટરમાં વેકિસનનો લીમીટેડ જથ્થો અને વેકિસન લેવા માટે લોકોની સંખ્યા વધુ હોય વેકિસન લેવા આવેલા વેપારીઓ સહિત નાગરિકોને વેકિસન લીધા વિના જ પરત ફરવુ પડી રહ્યું છે. જેને લઇને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નિલકંઠનગર આરોગ્ય કેન્દ્ર સહિત અનેક સ્થળોએ વેકિસન માટે લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળતી હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular