Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઉમિયા માતાજી મંદિર સિદસરનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે

ઉમિયા માતાજી મંદિર સિદસરનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે

- Advertisement -

ઉમિયાધામ સિદસરનું નવનિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. નવનિર્મિત ઉમિયાધામ સિદસરનો લોકાપર્ણ કાર્યક્રમ, નૂતન નિર્માણ કાર્યનું ભુમિ પૂજન તથા વર્ષ 2012માં ઉજવાયેલ રજત જયંતિ મોહોત્સવ સ્મૃતિ સમારોહનું આવતિકાલે ઉમિયામાતાજી મંદિર સિદસર સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

ઉમિયાધામ સિદસર ખાતે આવતીકાલે સવારે 9.30 વાગ્યે આ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ધાટક અને મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે જામનગર જિલ્લા પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ઉમિયામાતાજી મંદિર સંસ્થાના ઉંઝાના પ્રમુખ બાબુભાઇ પટેલ, કિરણ હોસ્પિટલ સુરતના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરિયા, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઇ સેટા, કે.પી.એસ.એન.એ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડો.ભાણજીભાઇ કુંડારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત બપોરે 3.30 વાગ્યે દાતાઓના સન્માન સમારોહ યોજાશે. જેમાં આંણદાબાવા આશ્રમ જામનગરના પૂજય દેવ પ્રસાદ મહારાજ આર્શિવચન પાઠવશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ, વિશ્ર્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલ ઉમિયા માતાજી મંદિર ગાઠિલાના પ્રમુખ વાલજીભાઇ ફળદુ, ઉમિયા માતાજી મંદિર વાંઢાય(કચ્છ)ના પ્રમુખ હંસરાજભાઇ ઘોળુ, ઉમિયામાતાજી મંદિર મેંગ્લોરના પ્રમુખ મગનભાઇ ઘેટીયા તેમજ અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ મુંબઇના ટ્રસ્ટી આર.સી.માકડીયા, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ પૂના ના પ્રમુખ જંયતભાઇ કનેરિયા તથા ગુજરાતી સમાજ હૈદરાબાદના પ્રમુખ મહેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular