Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસરકારની પુરતી ગાઇડલાઇનના અભાવે જામ્યુકોના સ્વિમીંગપુલને અલિગઢી તાળા

સરકારની પુરતી ગાઇડલાઇનના અભાવે જામ્યુકોના સ્વિમીંગપુલને અલિગઢી તાળા

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફયૂ સહિતના નિયંત્રણોમાંથી લોકોને ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. આજથી રાજ્ય સરકારના આદેશઅનુસાર સ્વીમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ સરકારની અસ્પષ્ટ ગાઇડલાઇનને પરિણામે જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ શરૂ થયા નથી. કમિશનર સૂચના આપે ત્યારબાદ પહેલી ઓગસ્ટ આસપાસ સ્વિમીંગ પુલ શરૂ થાય તેમ જામ્યુકોના અધિકારીઓ જણાવી રહ્યાં છે.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા આજથી સ્વિમીંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજુરી આપી છે. પરંતુ જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલને અલિગઢી તાળા જોવા મળી રહ્યાં છે. આ અંગે મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા 60 ટકા ક્ષમતા સાથે મંજૂરી આપી છે. પરંતુ એક કલાક દરમિયાન કેટલા લોકોને પ્રવેશ આપવો સહિતની અન્ય સ્પષ્ટતા કરી ન હોય, આથી જામ્યુકોના કમિશનરની સૂચના ન મળે ત્યાં સુધી જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ શરુ થશે નહીં. હાલમાં સ્વિમીંગ પુલની સાફ-સફાઇ સહિતની કામગીરી કરવામાં આવશે અને એક ઓગસ્ટ આસપાસ સ્વિમીંગ પુલ શરુ થવાની શકયતા જોવા મળી રહી છે. આથી જામનગરમાં સ્વિમીંગ પુલનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોને હજૂ રાહ જોવી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular