લોકડાઉન અને રસીકરણની મદદથી, ભારતે કોવિડ સમયગાળા દરમિયાન લગભગ 54 લાખ લોકોને મૃત્યુ પામતા અટકાવ્યા. તે જ સમયે, 20 લાખ કરોડના રાહત પેકેજે લોકડાઉનની અસરથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પુનજીર્વિત કરવામાં મદદ કરી. આ ત્રણેય પગલાંથી લોકોનો જીવ બચ્યો અને તેમની આજીવિકા પર પણ ખાસ અસર થઈ ન હતી.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના યુએસ-એશિયા ટેક્નોલોજી મેનેજમેન્ટ સેન્ટર અને ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસના સંશોધકો અમિત કપૂર અને રિચર્ડ ડેશેરે હીલિંગ ધ ઇકોનોમી: એસ્ટીમેટીંગ ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયાઝ વેક્સિનેશન એન્ડ રિલેટેડ ઇશ્યુઝ શીર્ષક હેઠળના અહેવાલમાં આ વાત જાહેર કરી છે.
આ અહેવાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડના પ્રારંભિક તબક્કામાં લોકડાઉન દ્વારા લગભગ 20 લાખ લોકોના જીવ બચાવાયા હતા. તે જ સમયે, રસીકરણને કારણે લગભગ 34 લાખ લોકોના જીવ બચ્યા હતા. 11 એપ્રિલ, 2020 સુધીમાં, જો લોકડાઉન સમયસર ન લાદવામાં આવ્યું હોત તો ભારતમાં કોવિડ મૃત્યુઆંક બે લાખની નજીક હોત, પરંતુ આ આંકડો ઘટીને 7,500 થઈ ગયો હતો. ભારતે રસીકરણથી 18.3 બિલિયનના નુકસાનને અટકાવીને અર્થતંત્રને 15.42 બિલિયનનો ફાયદો પણ પહોંચાડ્યો છે, જેનાથી સકારાત્મક આર્થિક અસર થઈ છે.
લોકડાઉનને કારણે, વિશ્ર્વના અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોવિડની ટોચ ઘણી પાછળથી આવી. રશિયા, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, યુકે અને યુએસ જેવા દેશોમાં જયાં કોવિડના પ્રથમ 100 કેસ પછી માત્ર 50 દિવસમાં રોગચાળો ચરમસીમાએ પહોંચ્યો હતો, જયારે ભારતમાં તેને ટોચના સ્તરે પહોંચવામાં 175 દિવસનો સમય લાગ્યો હતો.
મે 2020માં 20 લાખ કરોડના નાણાકીય પેકેજની જાહેરાત કરી. આ અંતર્ગત સૌ પ્રથમ કામદારોને ભોજન, રોકડ સહાય, કામ અને વીમો જેવા પગલાં લેવામાં આવ્યા હતા. આ પછી ઓક્ટોબર 2020માં દેવું રાહતના પગલાં લેવામાં આવ્યા અને પછી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એક કરોડથી વધુ લોકોને લાભ મળ્યો.
નાણાકીય રાહત પેકેજ હેઠળ, ભારત સરકારે કૃષિ ક્ષેત્ર માટે 49.4 બિલિયનની ફાળવણી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 23.7 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. ક્ધસેશનલ લોન અને પાક વીમા હેઠળ કૃષિ ક્ષેત્રમાં મહત્તમ મદદ આપવામાં આવી હતી. નાબાર્ડ દ્વારા કટોકટીની મૂડી સહાય હેઠળ, સહકારી અને ગ્રામીણ બેંકોને રૂ. 30,000 કરોડની લોન આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ, આઠ લાખ લાભાર્થીઓ પર 361 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 7,677 કરોડ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ ખર્ચવામાં આવ્યા હતા.
કોવિડ રોગચાળા માટે સરકારના પ્રતિભાવની અસરોમાંની એક આરોગ્ય ક્ષેત્રના માળખાકીય સુવિધાઓમાં સુધારો હતો. સરકાર કોવિડ સંબંધિત પથારી, દવાઓ, લોજિસ્ટિક્સ એટલે કે ગ-95 માસ્ક, ઙઙઊ કીટ અને મેડિકલ ઓક્સિજન, ઈ-સંજીવની ટેલીમેડિસિન સેવા, આરોગ્ય સેતુ, કોવિડ-19 ઈન્ડિયા પોર્ટલ જેવાં ડિજિટલ સોલ્યુશન્સનાં સંદર્ભમાં આરોગ્ય માળખાને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વધુમાં, 91.78 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા, તેમજ વાયરસના ઉભરતા પ્રકારો પર દેખરેખ રાખવા માટે જીનોમિક સર્વેલન્સ માટે 52 પ્રયોગશાળાઓનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઠઇંઘ એ જાન્યુઆરી 2020 માં કોવિડને લઈને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. પરંતુ, ભારતે આ પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વહેલી તકે લોકડાઉન લાગુ કરવાના પીએમ મોદીના નિર્ણયથી ઘણી મદદ મળી. ખાસ કરીને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ-અનુપાલનની પાંચ-પાંખીય વ્યૂહરચના અમલીકરણમાં અને ઝડપી અને મજબૂત સંસ્થાકીય પ્રતિસાદ આપવામાં મદદ કરે છે.