Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રના વધુ બે શહેરોમાં લોકડાઉન

મહારાષ્ટ્રના વધુ બે શહેરોમાં લોકડાઉન

પંજાબના 08 શહેરોમાં નાઇટ કર્ફયૂ: ગુજરાતમાં કોરોનાના નવા 715 કેસ

- Advertisement -

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર-પંજાબના વધુ શહેરોમાં લોકડાઉન અને નાઇટ કફર્યૂ લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં નાગપુર પછી અકોલા, પરભણીમાં શુક્રવારે રાત્રે 12થી સોમવારે સવારે 06 વાગ્યા સુધી લોકડાઉ સાથે નાઇટ કફર્યૂ રહેશે. પંજાબના મોહાલી અને ફતેહગઢ સાહિબમાં 12 માર્ચથી નાઇટ કફર્યૂ લગાવાયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 14,317 નવા કેસ નોંધાયા છે. ત્યારપછી સૌથી વધુ કેરળમાં 2133 અને પંજાબમાં 1305 નવા કેસો મળ્યા છે.

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 715 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ સુરતમાં 196 કેસ નોંધાયા છે. ત્યાર પછી અમદાવાદમાં 141 કેસ નોંધાયા છે. રાજયના માત્ર 2 જિલ્લા ભાવનગર અને સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ અને સુરતમાં 1-1 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4420 થયો છે. 495 દર્દી સાજા થઇ ચૂકયા છેે. રિકવરી રેટ 96.95 ટકા પર પહોંચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular